Blog

ગ્લુકોમા (ઝામર) જાણો

Date : 22-09-2017

ગ્લુકોમા(ઝામર) શું છે ?

ગ્લુકોમા રોગોના સમૂહ છે જેમાં આંખોની અંદરની બાજુ પ્રવાહી નું સામાન્ય દબાણ (ઇન્ટ્રાઓક્યુલર દબાણ) વધે છે. જો આ પરિસ્થિતી નો સારવાર ના કરાય તો આનાથી દ્રષ્ટી ગુમાવી  શકો છો અને સંભવિતપણે અંધાપો આવી શકે છે.

 

ઓપન એંગલ ગ્લુકોમા (ઝામર)

ઓપેન એંગલ ગ્લુકોમામાં, આંખ ની કીકી અને કોર્નિઆ વચ્ચેનો ખૂણો સામાન્ય હોય છે

ડ્રેનેજ કેનાલમાં ધીમે ધીમે  અવરોધ ને ઓપન એંગલ ગ્લોકોમાં થાય છે, પરિણામે આંખનું દબાણ વધે છે.

એંગલ ગ્લુકોમા (ઝામર)

કલાઝર એંગલ ગ્લુકોમામાં, કોર્નિયાની અંદરની દિવાલોની સામે આંખની કીકી દબાણ કરે છે જેનાથી આંખ કીકી અને કોર્નિઆ વચ્ચેનો ખૂણો સાંકળો થાય છે.

અવરોધાયેલ દ્રેનાજ કેનાલને કારણે કલોઝડ એંગલ ગ્લુકોમા થાય છે, પરિણામે ઇન્ટ્રા ઓક્યુલર દબાણ અચાનક અથવા ધીમે ધીમે વધે છે.

 

ગ્લુકોમાને વધતું અટકાવવામાં લખી આપેલી દવાને સતત લેવી એ ખુબ અગત્યનું છે.

ગ્લુકોમાવાળા લોકોએ તેમના આંખના દબાણની નિયમિતપણે તપાસ કરાવવી જોઈએ.

 

જોખમ પર હોય તે લોકો  

૪૦ વર્ષ કરતા વધુ ઉમરના લોકો

ગ્લુકોમાનો કૌટુંબિક ઈતિહાસ ધરાવતા લોકો

દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ ના શકતા હોય તે લોકો

ડાયાબિટીસ કે હાયપરટેન્સનવાળા લોકો

થાઈરોઈડના બિમારી લોકો

 

ગ્લુકોમાંથી પીડાતા હોય, તો વ્યક્તિને નીચેનાનો અનુભવ થઇ શકે

 

બાજુમાં જોવાની દ્રષ્ટી ક્રમશ ગુમાવવી

ઝાંખી દ્રષ્ટિ

આંખોમાં ધુખાવો અને માથાનો દુખાવો

પ્રકાશની આજુબાજુ રંગીન કુંડાળા વલયો.

વાંચવાના ચશ્માંમાં વારંવાર બદલાવ                                                       
Read More

મોતીયો અને આંખ

Date : 22-09-2017

મોતિયો એટલે આંખની અંદરના લેન્સ પર ઝાંખપ આવવી છે જેનાથી ઝાખું દેખાવા લાગે છે.તે અટકાવી શકાય તેવા અંધાપાનું સૌથી સામાન્ય કારણ છે. મોતિયાની શસ્ત્રક્રિયા દ્વારા પરંપરાગત રીતે સારવાર કરાય છે. ઝાંખુ દેખાય છે કારણ કે લેન્સના ઓપેસિફિકેશન પ્રકાશને પસાર કરવામાં અવરોધે છે અને આંખની પાછળ રેટિના પર ફોકસ કરે છે .

પ્રકાશ કોર્નિયા દ્વારા આંખ માં દાખલ થાય છે, કુદરતી ક્રિસ્ટલાઈન લેન્સમાંથી પસાર થાય છે જેથી સ્પષ્ટ છબી બને છે.

આંખ ની  ઉમર વધતાં ,લેન્સમાં  ઝાંખપ લાગે છે જેથી ઓછા પ્રકાશને પસાર થવા દે છે.આંખ માં દાખલ થતી પ્રકાશની ગુણવત્તા ક્રમશ: ઘટે છે જેથી દ્રષ્ટી માટે યોગ્ય જગ્યા પર ફોકસ થતું નથી અને ઝાખું દેખાય છે.


મોતિયાનું ઓપરેશન

ઓપરેશન પછી દર્દીઓને દ્રષ્ટી માં સુધારો આવે છે. ઓપરેશન દર્દીને ફરીથી જોવા માટેની સક્ષમતા આપે છે. અને તેની દ્રષ્ટી ની સંપૂર્ણ રેન્જને સુધારી શકે છે.

 

કરવું

તમારા ડોક્ટર દ્વારા સલાહ આપ્યા પ્રમાણે રક્ષણાત્મક ચશ્માં અથવા આંખનું કવચ પહેરવું.

 આંખની શસ્ત્રક્રિયા કાર્ય પછી દવાઓ નાખતા પહેલા સાબુ અને પાણીથી હાથને ધ્યાનપૂર્વક ધુવો .

ડોક્ટર દ્વારા લખી આપ્યા પ્રમાણે નિયમિતપણે આંખ ના ટીંપા ટીપે ટીપે નાખવા.

તમારા આંખના ડોક્ટરની નિયમિતપણે મુલાકાત લો .

 

કરવું નહી

જ્યાં સુધી સલાહ આપવામાં ના આવે ત્યાં સુધી પરિશ્રમ કરવો પડે તેવી પ્રવુતિઓ કરવી નહી જેમ કે બાળકો સાથે રમવું ,ભારે વજનવાળી વસ્તુ ઉચકવી, ડ્રાઈવિંગ કરવું,તરવું વગેરે.

 

આંખ ને ચોળવી નહી. તમારી આંખોને ધોવી નહી માથા પરથી નાહવું નહી (સલાહ આપવામાં ના આવે ત્યાં સુધી)

તમારા ડોક્ટર દ્વારા જ્યાં સુધી સલાહ આપવામાં ના આવે ત્યાં સુધી તમારા બૂટની દોરી બાંધવા,વસ્તુઓને ઉચકવાનો પ્રયત્નો કરો ત્યારે વળવું નહી.

વધારે ઉધરસ, છીક ખાવી નહી અને સંડાસ માં જાવ ત્યારે વધારે જોર લગાવવું નહી.

Read More